મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજનના પી.એ.ઝાલાના માર્ગદર્શન તેમજ પો.ઈન્સ એચ.એ.જાડેજાની દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબંદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવાની સુચના અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમે જુગાર રમતા પણ ઈસમોને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલીંગમા હોય દરમ્યાન તેઓને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી રવાપર ચોકમા હનુમાનજીમંદીર પાસે સ્ટ્રીટલાઇટના અંજવાળે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકિકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી નીરવભાઇ અશોકભાઇ ગંદા (રહે.મોરબી રવાપરગામ રવાપર રેસીડેન્સી જમુના પી.બ્લોકનં.૧૦૩), સુરેશભાઇ નાનજીભાઇ મિયાત્રા (રહે.મોરબી રવાપરગામ ચિત્રકુટ સોસાયટી), હસમુખભાઇ ખોડાભાઇ મુંધવા (રહે.મોરબી રવાપર ઉમીયા સોસાયટી-૧ મહાબલી હનુમાનજી મંદીર પાસે), પ્રજ્ઞેશભાઇ ઉર્ફે રઘો રમેશભાઇ ગોઠી (રહે.મોરબી રવાપર રોડ શ્રીજી એપાર્ટમેન્ટ બ્લોકનં.૭૦૨) તથા નિર્મળભાઇ ભગવાનજીભાઇ બરબસીયા (રહે.મોરબી રવાપર ગામ સરદાર સોસાયટી) નામના કુલ પાંચ ઇસમોને ગોળ કુંડાળુ વળી જુગાર રમતા પકડી પાડી ઇસમો પાસેથી રોકડ રૂ.૨૫,૫૦૦/-નો મુદામાલ કબ્જે કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમા ઇસમો વિરુધ્ધ જુધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.