Friday, March 29, 2024
HomeGujaratમકનસરના પ્રેમજીનગરમાં સાફ-સફાઈ કરવા જેવી સામાન્ય બાબતે પાંચ શખ્શોએ યુવાનને માર માર્યો...

મકનસરના પ્રેમજીનગરમાં સાફ-સફાઈ કરવા જેવી સામાન્ય બાબતે પાંચ શખ્શોએ યુવાનને માર માર્યો : ફરીયાદ નોંધાઇ

મારમારીનાં આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જુના મકનસર ગામે રહેતા નીતીનભાઇ વાલજીભાઇ પરમાર (ઉ.વ.૨૭)એ આરોપીઓ વેલજીભાઇ નથુભાઇ શેખવા, જયેશભાઇ વેલજીભાઇ શેખવા, ગુલાબ ઉર્ફે ગુલો વેલજીભાઇ શેખવા, ભાણો વેલજીભાઇ શેખવા તથા જયલાનો સાળો ભગીરથ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૪ના રોજ ફરીયાદીએ પોતે પ્રેમજીનગરના ઢોરા ઉપર પોતાની જગ્યા સાફ કરેલ હોય. તે જગ્યાએ ગયેલ અને પાછા આવતા આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી લાકડી તથા પાઇપ વતી શરીરના ભાગે આડેધડ મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા અને બાદમાં અન્ય આરોપીઓએ પાછળથી આવી ફરીયાદીને ગાળો બોલી ઢીકા પાટુનો મુંઢ માર માર્યો હતો.મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!