Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેર તાલુકાના વીરપર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

વાંકાનેર તાલુકાના વીરપર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ પ્રોહી. જુગારના કેસો શોધી કાઢવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના વીરપર ગામે શેરીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને મળેલ બાતમી હકીકતનાં આધારે વાંકાનેર તાલુકાના વીરપર ગામે દુધની ડેરીથી આગળ શેરીમાં જાહેરમાં લાઇટના અજવાળે ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા અજય ઉર્ફે કુકો રૂપાભાઇ ડાંગરોચા, બાબો બેચરભાઇ દેકાવાડીયા,, બેચરભાઇ બચુભાઇ દેકાવાડીયા, વીજયભાઇ બેચરભાઇ દેકાવાડીયા તથા કાળુભાઇ રણછોડભાઇ દેકાવાડીયા ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૦,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પાંચેય ઇસમોને પકડી પાડી ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!