મોરબી અને વાંકાનેર પંથકમાં વરલી ફીચરના આકડા આધારિત જુગારનું દુષણ વકાર્યું હોય તેમ આજે વધુ ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ કાયદાના પાઠ ભણાવ્યા હતા.
મોરબી પંચાસર રોડ પર આવેલ એટલ્સ ટાઇલ્સ ની નજીક જાહેરમા વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમી રમાડતા વિશાલભાઇ લખમણભાઇ પરમાર (ઉ.વ.૩૯ રહે.ગામ-ટીંબડી(નવી) તા.જી.મોરબી)મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઝડપી લીધી હતી.જેના કબજામાંથી કુલ રોકડા રૂા.૭૪૦ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વધુ એક કેસની જાણવા મળતી વિગત અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબીના પંચાસર રોડ પર આવેલ મોમાઇ વેલ્ડીંગ પાસે રોડ ઉપર રમણીકભાઇ મનુભાઇ ડાભી (ઉ.વ.૪૦ રહે.લાઇન્સસ્કુલ પાછળ લાઇન્સનગર નવલખીરોડ) ને વર્લી ફીચરના આકડા લખી જુગાર રમી રમાડતા ઝડપી લીધો હતો. પોલીસે આરોપીના કબ્જામાંથી વર્લી ફીચરનુ સાહીત્ય તથા રોકડા રૂા.૫૬૦ સહિતનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી આગળ વધારી છે.
જ્યારે મોરબીના લીલાપર રોડ પર આવેલ ગોપાલ કારખાના પાસે જાહેરમા વર્લી ફીચરના આકડા લખી જુગાર રમી રમાડતા આરોપી કેતનભાઈ ગોપાલભાઈ ભડાણીયા (ઉ.વ.૨૮ રહે. લીલાપર રોડ ગોપાલ કારખાનામાં મોરબી)ને ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સના કબજામાંથી વરલીનું સાહિત્ય, રોકડા રૂ.૨૨૦ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસે આવેલ રીક્ષા સ્ટેન્ડ નજીક નોટોના નંબર ઉપર એકી બેકીનો જાહેરમા નસીબ આધારીત જુગાર રમતા વલકુભાઇ સુખાભાઇ રૂદાતલા અને મનસુખભાઇ રત્નાભાઇ ગંજેરીયા નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે બન્નેના કબજામાંથી રોકડ કુલ રૂ.૩૫૦ જપ્ત કરી કાયદેશનરી કાર્યવાહી હાથ ધરી હતી.