મોરબી પોલીસ દ્વારા વિદેશી દારૂના પાંચ દરોડામાં કુલ ૩૬ જેટલી નાની-મોટી બોટલો જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ૨ આરોપીઓ ફરાર જાહેર કરાયા છે. આ સાથે તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
મોરબી શહેર એ ડિવિઝન, બી ડિવિઝન તેમજ વાંકાનેર સીટી પોલીસ દ્વારા વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અલગ-અલગ સ્થળોએ કુલ પાંચ દરોડા પાડતા વિદેશી દારૂની કુલ ૩૬ જેટલી બોટલો જપ્ત કરવામાં આવી હતી.
પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા નવાપરા નાકા નજીક મરચાવાળાની દુકાન પાસેથી આરોપી શબીરભાઈ હાસમભાઈ કટીયા ઉવ.૩૧ રહે. મીલ પ્લોટ વાંકાનેર વાળાને વિદેશી દારૂની ૩ બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
જ્યારે બીજા દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા લક્ષ્મીનારાયણ સોસાયટી પાસેથી આરોપી જયપ્રકાશભાઈ કાંતીલાલ ભઠ્ઠર ઉવ.૩૩ રહે. રામકૃષ્ણનગર મોરબી વાળાને ૧૨ બોટલ બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે ત્રીજા દરોડામાં મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક આરોપી ધવલભાઈ બકુલભાઈ નિમાવત ઉવ.૩૦ રહે. શિવમ પાર્ક મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા લાતી પ્લોટ શેરી નં. ૭ ના ખૂણેથી મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-કે-૨૦૩૨ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપી રજનિકાંતભાઈ પ્રવિણભાઈ સાણજા ઉવ.૪૦ રહે શ્યામ પાર્ક, પંચાસર રોડ મોરબી વાળાને ૨ ચપલા કિ.રૂ.૨૪૦/- સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે દારૂ આપનાર આરોપી પિયુષભાઈ નવઘણભાઈ ખીટ રહે.મોરબી વાળાનું નામ ખુલતા તેની પણ અટકાયત કરવામાં આવી હતી.
આ સિવાય પંચાસર રોડના ખૂણે ખ્વાજા પેલેસ નજીકથી બુટલેગર આરોપી પિયુષભાઈ નવઘણભાઈ ખીટ ઉવ.૧૯ રહે.ભગવતી પરા મોરબી વાળાને વિદેશી દારૂના ૧૮ ચપલા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની સઘન પૂછતાછમાં આ દારૂ અફઝલભાઈ અજીતભાઈ ચૌહાણ રહે.લાતી પ્લોટ મોરબી અને ઝુબેરભાઈ ઉર્ફે બબુડો મહેબૂબભાઈ માયક રહે.પંચાસર રોડ મોરબી વાળા પાસેથી મેલવ્યની કબુલાત અળતા તે બંનેને પોલીસ દ્વારા ફરાર જાહેર કરવામાં આવ્યા છે.









