મોરબી-૨ વેજિટેબલ રોડ ઉપર લાભનગર-૨ ખાતે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા હોવાની મળેલ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમે રેઇડ કરતા જ્યાં જુગારની બાઝી માંડી બેઠેલા ચંદુભાઇ ચકુભાઇ ઝીંઝવાડીયા ઉવ.૫૧ રહે વેજીટેબલ રોડ વાડી વિસ્તાર મોરબી, દિનેશભાઇ બીજલભાઇ બોરીચા ઉવ.૫૭ રહે.રણછોડ નગર સેન્ટમેરી સ્કુલની બાજુમાં મોરબી, સંજયભાઇ રવજીભાઇ સાલાણી ઉવ.૨૩ રહે વેજીટેબલ રોડ લાભનગર મોરબી, રાજેશભાઇ મહાદેવભાઇ જાલરીયા ઉવ.૪૫ રહે વાવડી ગામ તા.જી.મોરબી તથા રણજીતભાઇ ભીમજીભાઇ ધામેચા ઉવ.૪૫ રહે.વેજીટેબલ રોડ મફતીયાપરા મોરબી વાળાને રોકડા રૂ.૧૦,૨૦૦/-સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









