Friday, January 10, 2025
HomeGujaratમોરબી અને હળવદમાં અપમૃત્યુના અલગ અલગ પાંચ બનાવ નોંધાયા

મોરબી અને હળવદમાં અપમૃત્યુના અલગ અલગ પાંચ બનાવ નોંધાયા

મોરબી શહેર તથા ગ્રામ્યમાં તેમજ હળવદમાં એક જ દિવસમાં અપમૃત્યુના કુલ પાંચ બનાવ નોંધાતા ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં બે યુવકના વીજશોક લાગતા જ્યારે ૬૨ વર્ષીય વૃદ્ધ મહિલાએ ઝેરી દવા ગટગટાવતા તેમનું મોત નીપજ્યું હતું. હાલ અલગ અલગ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરાઇ છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના પ્રથમ બનાવમાં હળવદના કોયબા ગામની સીમમાં જંગલ વિસ્તારમાં ૨૨ વર્ષીય જેસીંગભાઇ ઉર્ફે જયેશભાઇ વિનોદભાઇ ઉપહારીયા ઉવ.૨૨ રહે-શક્તિનગર (સુખપર) તા.-હળવદવાળાએ કોઈ કારણોસર કોઈ અગાઉ કારણોસર પોતે પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી હળવદ સરકારી હોસ્પિટલ લાવતા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

બીજા બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર(મચ્છુ) ગામે રહેતા રતનબેન વાઓફ લાભુભાઇ અઘારા ઉવ.૬૨ ગઇ તા-૧૯/૦૮ના સાંજે ૮ વાગ્યા પહેલા કોઇપણ વખતે પોતાના ઘરે ઝેરી દવા પી જતા સારવાર માટે મોરબી મંગલમ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હોય જ્યાં સારવાર દરમ્યાન રાતનબેનનું મૃત્યુ નિપજતા પોલીસે અ.મોતની નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

જ્યારે ત્રીજા બનાવમાં મોરબી તાલુકા ગીડજ ગામે રહેતા અજયભાઈ વિનુભાઈ જોગરાજીયા ઉવ.૨૪ને ગીડજ ગામની સીમમાં આવેલ દયારામભાઈની વાડીમાં ગઈકાલ તા.૨૦/૦૮ ના રોજ વિજશોક લાગતા મરણ જતા તેની ડેડબોડી મોરબી સરકારી હોસ્પીટલ મોરબી ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે મરણ ગયેલાની જાહેરાત કરતા તાલુકા પોલીસે અ.મોત રજી. કરી ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

અપમૃત્યુના ચોથા બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસે આવેલ કાર સ્પા સર્વિસ સેન્ટરમાં ઇલેકટ્રીક શોટ લાગતા વીસીપરામાં રહેતા ૨૮ વર્ષીય અજયભાઈ પ્રેમજીભાઈ ગુગડીયાનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. આથી અજયભાઈની લાશને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે લાશનું પીએમ સહિતની કામગીરી હાથ ધરવા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. હાલ પોલીસે અકાળે મોતની ઘટના બાબતે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

જ્યારે પાંચમા બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ સીરામીક સીટીમાં રહેતા વિરેન્દ્ર કુમાર ચંદ્રકિરણભાઇ ઉવ.૩૨એ ગઈકાલ તા. ૨૦/૦૮ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે તેમની લાશ રવીન્દ્રભાઈ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પર હાજર ડોક્ટરે મૃત્યુના બનાવ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસે મૃત્યુના બનાવ મામલે અ. મોત રજી. કરી આપઘાત કરવા પાછળના કારણો જાણવા અલગ અલગ દિશામાં તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!