મોરબીમાં હાલના સમયમાં ઠેર ઠેર વ્યાજ વટાવના હાટડા ખુલેલા છે જાણે વ્યાજંકવાદીઓએ આખા મોરબીની વેચી લીધુ હોય એવો ઘાટ સર્જાયો છે.
જેમાં આજે વ્યાજંકવાદીઓ ના ત્રાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મોરબીના મયુરભાઈ કાનજીભાઈ ભીમાણી (ઉ.વ.૩૩ ધંધો વેપાર રહે.મોરબી કંડલા હાઇવે શ્રીજી પાર્ક સોસાયટી કૈલાશ ટાવર) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે પાંચ વ્યાજ ખોરો નિર્મળ પીઠમલભાઈ બોરીચા (રહે.ઉમા સોસાયટી દલવાડી સર્કલ), પ્રકાશ પીઠમલભાઈ બોરીચા (રહે ઉમા સોસાયટી), કાનજીભાઈ ઉર્ફે કાનો વીરડા (રહે.વવાણીયા તા.માળીયા), અતુલ બાળા બ(રહે.ઉમિયા સર્કલ, યદુનંદન સોસાયટી) અને જતીન આહીર (રહે.નાગળાવાસ) વાળાઓ પાસેથી અગાઉ અલગ અલગ સમયે પૈસા વ્યાજે લીધેલા હોય જે ઊંચા વ્યાજ સાથે ચૂકવી પણ દીધેલ હતા છતાં આરોપીઓ એ વધુ પૈસા પડાવવા માટે પઠાની ઉઘરાણી ચાલું રાખી અવારનવાર ગાળો દઈ સતામણી ચાલુ રાખી હતી અને ફરિયાદીના પરિવારને પણ મારી નાખવાની ધમકી આપતા હતા તેમજ આરોપી ઓએ છરી બતાવી પૈસા તો પડાવતા જ હતા સાથે છરી બતાવીને હાથ ઉછીના પૈસા આપ્યા હોય એવા સોગંધનામાં માં સહી કરાવી લેતા હતા અને ફરિયાદીનો આઇડીબીઆઈ બેંકનો કોરો ચેક પણ પડાવી લીધો હતો.
જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.