Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી હળવદ રોડ પરની સોસાયટીમાં જુગાર રમતા પાંચ પકડાયા

મોરબી હળવદ રોડ પરની સોસાયટીમાં જુગાર રમતા પાંચ પકડાયા

મોરબી: મોરબી એલસીબીએ બાતમીના આધારે મોરબી હળવદ રોડ ઉપર આવેલ હરીઓમપાર્ક સોસાયટી ખાતે રહેણાંક મકાનમાં જુગાર રમી રમતા પાંચ ઇસમોને ગજીપતા તથા રોકડા રૂ. ૪૬,૭૦૦ ના મુદામાલ સાથે પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, એલ.સી.બી. મોરબીના પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન PC ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર, ભરતસિંહ ડાભીને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે મોરબી હળવદરોડ ઉપર આવેલ હરીઓમપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાન ખાતે રેઇડ કરતા આરોપી સંજયભાઇ વલ્લભભાઇ પટેલ, મનસુખભાઇ મગનભાઇ પટેલ, રાજદિપસિંહ ઉર્ફે રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ભાવેશભાઇ છગનભાઇ પટેલ, ચિરાગભાઇ ભાઇલાલભાઇ જોષીને ગજીપતાના પાના નંગ-૫૨ તથા રોકડા રૂ.૪૬,૭૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી તાલુકા પોલીસે ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!