પ્રાપ્ત વિગતો અનુસાર મરબી પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચનાં તથા ડીવાયએસપી રાધિકા ભારાઈ, સર્કલ પોલીસ ઈન્સપેક્ટર આઈ. એમ. કોંઢીયાનાં માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસે મળેલી બાતમીના આધારે ઘુંટુ ગામે નિલેશભાઈ તેજાભાઈ કોટડીયાની માલિકીની રાધે એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા નિલેશભાઈ તેજાભાઈ પટેલ, હિતેશભાઈ જાદવજીભાઈ પટેલ, જયેશભાઇ જીવરાજભાઈ પટેલ, જગદીશભાઈ વલ્લભભાઈ પટેલ અને ભાવેશભાઈ પટેલને રૂ. 2,55,010ની રોકડ અને બે કાર કિંમત રૂ. 8,00,000 તથા મોબાઈલ મળી કુલ રૂ. 10,99,010 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પીએસઆઈ અર્જુનસિંહ જાડેજા, એએસઆઈ જિજ્ઞાશાબેન કણસાગરા, હેડ કોન્સ. નગીનદાસ નિમાવત, જુવાનસિંહ ઝાલા, કોન્સ. યોગીરાજસિંહ જાડેજા, હિતેશભાઈ ચાવડા, રમેશભાઈ મૂંધવા, ફતેહસંગ પરમાર અને ભરતદાન ગઢવી રોકાયેલ હતા.


 
                                    






