સામાન્ય રીતે સાતમ આઠમમાં દરમિયાન જુગાર રમવાનો ક્રેઝ જોવા મળતો હોય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તો હવે એવું લાગી રહ્યું છે કે, લોકો માટે જુગાર રમવી એક સામાન્ય બાબત થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે વાંકાનેર સીટી પોલીસની ટીમે ૫ મહિલાઓ જુગાર રમતા ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વાંકાનેર ભાટીયા સોસાયટી ત્રિલોકધામ, હનુમાનજીના મંદીર પાસે પટ્ટમા અમુક મહિલાઓ જુગાર રમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમતા હંસાબેન મનહરલાલ ખંઢેરીયા (રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી તા.વાંકાનેર જી.મોરબી), યાસ્મીનબેન મહેબુબભાઈ મહેસાણીયા (રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી તા.વાંકાનેર જી.મોરબી), જ્યોતીબેન ભરતભાઈ વાંજા (રહે.વાંકાનેર ખોજાખાના વાળી શેરી તા.વાંકાનેર જી.મોરબી), વર્ષાબેન દિનેશભાઈ સોમાણી (રહે.વાંકાનેર આરોગ્યનગર ઉપલાપરા તા.વાંકાનેર જી.મોરબી) તથા પારૂલબેન મુકેશભાઈ પરમાર (રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી ત્રિલોકધામ શેરી નં-૦૪ તા.વાંકાનેર જી.મોરબી) નામની મહિલાઓ રોકડા રૂ.૧૦,૩૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાઇ હતી. જેમના વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.