આજે દેશભરમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. દેશ સહિત વિવિધ રાજ્યો પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વ્યસ્ત છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પટાંગણમાં પણ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
ભારતના ૭૫માં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા પંચાયતના પટાંગણમાં અંદાજે ૪૫૦ બાળકો તથા જિલ્લા પંચાયતના કર્મચારી/અધિકારી ગણની હાજરીમાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS)ના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
આ પ્રજાસત્તાક દિનની ઉજવણીના અનુસંધાને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગરવા ગુજરાતની સાંસ્કૃતિક જાખીના ભાગરૂપે મોરબી જિલ્લાની સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યા સંકુલ તેમજ અભિનવ સ્કુલના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ પ્ર્સ્તુત કરવામાં આવી હતી. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાના ૩૯ જેટલા બાળકોને પ્રમાણપત્ર તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS)ના હસ્તે જિલ્લાની આરોગ્ય શાખાના કુલ ૫ કર્મચારીનું સન્માન કરાયું હતું. જયારે ૬ જેટલા દિવ્યાંગ બાળકોને UDID કાર્ડ વિતરણ કરવામાં આવી હતી. તેમજ HTAT ૩ જેટલા આચાર્યના અજમાયશી સમયગાળો પુર્ણ કર્યાના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને પશુપાલન વિભાગના કર્મચારીનું મોબાઈલ પશુ એમ્બ્યુલન્સની સારી કામગિરી અન્વયે સન્માન કરવામાં આવ્યું હતું.