મોરબી સબ જેલમાં સજા ભોગવતા આરોપીએ વચગાળાના જામીન મેળવી લીધા બાદ બે પાકા કામના કેદીને નાશી છૂટ્યા હતા જેને દબોચી લેવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમેંને સફળતા સાંપડી છે.
મોરબી સબ જેલમાં પાકા કામના કેદી જીતેન્દ્રભાઇ ધનજીભાઇ મથર (રહે. મોરબી -૨, શ્રીજી પેલેસ , બ્લોક નં . ૩૦૨ તા.જી.મોરબી)એ તા .૨૭/ ૦૧ / ૨૦૨૨ થી તા .૨૮/૦૩/ ૨૦૨૨ સુધીના વચગાળાના જામીન મેળવ્યા બાદ જેલ મુકત થયો હતા જે કેદીને તા .૨૯ /૦૩ /૨૦૨૨ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર ન થતા પોલીસે આજે તા.૩૦/ ૦૩ / ૨૨ ના રોજ મોરબી ઋષભનગર ખાતેથી પકડી પાડી હસ્તગત કરી મોરબી સબ જેલ ખાતે મોકલી આપેલ છે.