હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં મોરમનુ ગેરકાયદે ખનનની કામગીરી ચાલી રહી હતી. ત્યારે રાજકોટ ફલાઈગ સ્કોવડ ટીમ દ્વારા રેઇડ પાડવામાં આવી હતી.રેઇડ દરમિયાન હિટાચી મશીન અને ડંમ્પર સહીત એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસને હવાલે કરી ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ માટીનો કારો કારોબાર બેફામ ફુલ્યો ફાલ્યો છે. અને ખુલ્લેઆમ ખનીજ ચોરી ધમધમી રહી છે. તેમ છતાં સ્થાનિક તંત્રને દેખાતુ નથી. અને ઉધતું ઝડપાતા રાજકોટ સ્કોવડ દ્વારા દરોડો પાડી એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતાં ખનીજ માફીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હળવદના સાપકડા ગામની સીમમાં મોરમનુ ગેરકાયદે ખનન થતું હતું. તે દરમિયાન ફ્લાઈંગ સ્ક્વોડ રાજકોટ દ્વારા દરોડો પાડીને ૭૦ લાખ કિંમતનું હિટાચી મશીન અને ૬૦ લાખનું ડમ્પર કબ્જે કરવામાં આવ્યું છે. ખાણખનીજ વિભાગે દરોડો પાડી હિટાચી ડ્રાઈવર પંકજ મહેશભાઈ અને ડંમ્પર ડ્રાઈવર પારસ પચાણભાઈની અટક કરી પુછપરછ કરતા ડમ્પર અને હિટાચી મશીનના માલિક સુનિલ પોરડિયા હોવાનું સામે આવતા ખાણ ખનીજ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે