મોરબીનાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતથી મોરબી માળિયા વિધાનસભા વિસ્તારમાં ચાર સુવિધાપથ મંજૂર કરવામાં આવ્યા છે.જેને મોરબી માળીયા તાલુકાના વિકાસની ગતિ સતત અવિરત ચાલુ રહેશે.જેમાં બેલા – શનાળા, નાના ભેલા – તરધડી રોડ, સ્ટેટ હાઇવેથી નાના દહિસરા રોડ અને સરવડ – દેરાળા રોડ મંજૂર કરવામાં આવ્યા છે.
મોરબી માળીયા વિધાનસભા વિસ્તારમાં, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆતથી ચાર સુવિધાપથ મંજુર કરવામાં આવ્યા છે. મોરબી માળીયા તાલુકામાં વિકાસની ગતિ સતત અવિરત ચાલુ છે. ત્યારે ધારાસભ્યની રજૂઆતને ધ્યાનમાં રાખીને બેલા-શનાળા (ત.) રોડ, નાના ભેલા-તરઘરી રોડ, સ્ટેટ હાઈવેથી નાના દહીંસરા રોડ અને સરવડ-દેરાળા રોડ મંજૂર કરવામાં આવ્યા છે. જે રોડ ચાર રોડ મળીને કુલ 5.00 કિલો મીટરના રસ્તાઓ અંદાજે ₹ 1.80 કરોડના ખર્ચે સુવિધાપથ યોજના હેઠળ જોબ નંબર આપવામાં આવ્યાં છે. જે રોડ રસ્તાના જોબ નંબર આપવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.