ટંકારામાં આવેલ પ્રભુનગર સોસાયટીમાં ચોમાસા પૂર્વે કરવામાં આવેલ ગેસની લાઈનો નાખવાની કામગીરીના કારણે વરસાદ પડ્યા બાદ તે રસ્તા પર કાદવ કીચડ સામ્રાજ્ય સર્જાયું હતું. જે અંગે સ્થાનિકોએ નગરપાલિકાને લેખીત અને મૌખીક રજુઆતો કરતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મુખ્ય રસ્તાઓને પાકો બનાવવાં તજવીજ હાથ ધરી કામગીરી ચાલુ કરાવી છે.
ટંકારા નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયેલા “પ્રભુ નગર સોસાયટી” માં ચોમાસા આગમન સમયે જ ગેસની લાઈનો નાખવામાં આવી હતી. ત્યારે વરસાદના કારણે મુખ્ય રસ્તાઓ એકદમ કાદવ કીચડથી ઉભરાઈ ગયાં હતાં અને રહિશો ત્રાહિમામ પોકારી ગયાં હતાં. જેને લઇ રહીશો દ્વારા નગરપાલિકાને લેખીત અને મૌખીક રજુઆતો કરવામાં આવી હતી. જે રજૂઆતોને ધ્યાને લઈ ચીફ ઓફિસર દ્વારા સ્થળ મુલાકાત લઈ યુદ્ધના ધોરણે મુખ્ય રસ્તાઓને પાકો બનાવવાં તજવીજ હાથ ધરી કામગીરી ચાલુ કરાવી હતી. જેમાં એન્જીનીયર વિવેક ગઢીયા, પ્રકાશ એન્જીનીયરની દેખરેખમાં “વ્રજ” કન્ટ્રકસન નામની એજન્સીના ભાવિન અને શ્યામ દ્વારા સરકારના નાણાંનો વ્યવસ્થિત ઉપયોગ થાય રોડ રસ્તાઓ મજબુત બને તે હેતુથી રસ્તોઓને ખોદી, મેટલિંગ કરી વાઈબ્રેટિંગ રોલ થકી રોલીંગ કરી સીસી રોડની કામગીરી ચાલુ કરી હતી. ત્યારે પ્રભુનગર સોસાયટીમાં ચાલતા કામમાં સતત દેખરેખ રાખતા સામાજીક કાર્યકર હેમંત ચાવડા, હિતેષ ગેડીયાએ સરકારના નાણાંનો યોગ્ય ઉપયોગ થાય, કામ ટકાઉ અને મજબુત બને તેવો આગ્રહ રાખ્યો હતો.