Friday, October 18, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

૨ થી ૫ મે દરમિયાન જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદની આગાહી આપવામાં આવેલ છે.વધુ જાણકારી કે મદદ માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦ ૧૮૦૧ ૫૫૧ નો સંપર્ક કરવો

- Advertisement -
- Advertisement -

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૦૨/૦૫/૨૦૨૩ થી ૫/૦૫/૨૦૨૩ના રોજ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને વિનંતી સહ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

આ માર્ગદર્શિકા અનુસાર ઉભા પાકમાં વરસાદની આગાહી સમય સુધી પિયત આપવાનું મુલ્તવી રાખવું, કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો તથા ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!