ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબી દ્વારા આજ રોજ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં તેઓએ વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પોતાનો પાક સાચવીને માર્કેટિંગ યાર્ડ સુધી લાવવા અને તાલપત્રી સાથે રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવામાન વિભાગ દ્વારા કમોસમી પવન સાથે વરસાદની તા.૧-૩-૨૦૨૪ થી તા.૫-૩-૨૦૨૪ સુધી આગાહી કરવામાં આવી છે. જે આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂત ભાઇઓને, પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવો તથા માલ ઉતરાઇ થઈ ગયા પછી તાલપત્રી ઢાંકી દેવી જેથી માલનો બગાડ ન થાય. તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ વેપારીઓએ પોતાનો માલ પોતાના ગોડાઉનમાં ખસેડી લેવા વિનંતિ કરવામાં આવી છે.