Saturday, May 17, 2025
HomeGujaratમોરબી જિલ્લા પંચાયતના સદસ્યની રજુઆતને પગલે મ્યુનિસિપલ કમિશ્નરે મહેન્દ્રનગર ગામની રૂબરૂ મુલાકાત...

મોરબી જિલ્લા પંચાયતના સદસ્યની રજુઆતને પગલે મ્યુનિસિપલ કમિશ્નરે મહેન્દ્રનગર ગામની રૂબરૂ મુલાકાત લીધી

મહેન્દ્ર નગર ગામ મોરબી મહાનગર પાલિકામાં ભળી જતાં અનેક પ્રશ્નોની સમસ્યા લોકોને સતાવી રહી છે. જે બાબતે મોરબી જિલ્લા પંચાયતમાં સદસ્ય જાનકી બેન કૈલા દ્વારા મ્યુનિસીપલ કમિશ્નરને રજૂઆત કરવામાં આવતા મ્યુનિસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરે તેમજ ડેપ્યુટી કમિશ્નર સોની સાહેબ દ્વારા સ્થળ મુલાકાત લઈ વહેલી તકે નિરાકરણ લાવવા ગ્રામજનોને આશ્વાશન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય જાનકીબેન જીજ્ઞેશભાઇ કૈલા દ્રારા લેખીતમાં મહેન્દ્રનગર ગામે ૫ડતી મુશ્કેલીઓ બાબતે મોરબી મહાનગર પાલીકાના કમિશ્નર સ્વપનિલ ખરેને રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત કમિશ્નરશ્રી ખરે સાહેબ તેમજ ડેપ્યુટી કમિશ્નર સોની દ્રારા મહેન્દ્રનગર વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમજ આ મુલાકાતમાં ગામના આગેવાનો જીજ્ઞેશભાઇ કૈલા, મુકેશભાઇ ગામી , મનસુખભાઇ આદ્રોજા, મનોજભાઇ કાવર, વિરજીભાઇ કાવર, મહેન્દ્રભાઇ, રાજેશભાઇ, દિનકરભાઇ, દિલી૫ભાઇ ધોરયાણી તેમજ અન્ય આગેવાનો અને ગ્રામજનો ૫ણ ઉપસ્થિત રહયા હતા.

અને તેઓની હાજરીમાં મહેન્દ્રનગર ગામની ૫ડતી મુશ્કેલીઓ બાબતે સમીક્ષા કરી તે મુશ્કેલીઓ વહેલી તકે નિવારણ કરવામાં આવશે. તેવુ આશ્વાશન આપવામાં આવ્યું છે. જેથી મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય જાનકીબેન જીજ્ઞેશભાઇ કૈલા દ્રારા કરેલ રજૂઆતને અને મહેન્દ્રનગર વિસ્તારમાં ૫ડતી મુશ્કેલીઓનો રૂબરૂ તાત મેળવ્યો અને મુશ્કેલીઓને વહેલી તકે નિવારણ લાવવામાં તેમ જણાવ્યું છે. જે બદલ ખરે સાહેબનો આભાર વ્યકત કરી લોકોને પડતી મુશ્કેલી વહેલી તકે દૂર કરવામાં આવે તેવી લાગણી વ્યકત કરાઇ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!