Saturday, November 23, 2024
HomeGujaratવધતા કોરોના સંક્રમણને પગલે નારણકા ગ્રામ પંચાયત દ્વારા સાવચેતીનાં પગલા લેવામાં આવ્યાં

વધતા કોરોના સંક્રમણને પગલે નારણકા ગ્રામ પંચાયત દ્વારા સાવચેતીનાં પગલા લેવામાં આવ્યાં

વધતા જતાં કોરોનાના સંક્રમણને પગલે નારણકા ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટીસ બહાર પાડી ને સાવચેતી નાં પગલાં લેવામાં આવ્યાં જે નોટિસમાં ગ્રામલોકોને નિચે મુજબના સુચનો \ શરતોનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે

- Advertisement -
- Advertisement -

1. ગામમાં બહાર નિકળતા લોકોએ ફરજીયાત માસ્ક પેહરીને નિકળવુ.

2. ગામમાં જાહેર જગ્યાએ દુકાને પાદર વિગેરે જગ્યાએ ટોળા કે ગ્રુપ કરીને બેસવું નહી તથા એકઠુ થવુ નહી.

3. ગામમાં જે લોકોને કોવિડ પોઝીટીવ આવ્યો હોય તેને ફરજિયાત ૧૪ દિવસ હોમ કોરન્ટાઇન રહેવું. તથા અન્ય કોઇપણ વ્યક્તીને લક્ષણૉ જણાય તો ટેસ્ટ કરાવી લેવો , વિલંબના કરવો તથા આ ગાળામાં બહાર ન નિકડવું નહી અન્યના સંપર્કમાં આવવુ નહી .

4. ગામના તમામ દુકાનદારોએ સવારે ૭:૦૦ થી ૧૦:૦૦ તથા બપોર પછી ૪ :૦૦ થી ૮:૦૦ સુધી જ દુકાનો ચાલુ રાખવી તથા ગ્રાહકોમાં સોશિયલ ડીસ્ટન્સનું તથા માસ્ક નું પાલન કરાવવું. અન્યથા માલ આપવો નહી.

ઉપરોક્ત નિયમોનું ચુસ્ત પણે અમલ કરવો અન્યથા કાયદેસરની કાર્યવાહી દંડ કરવામાં આવશે તેમ નારણકા ગ્રામપંચાયતનાં સરપંચની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!