મોરબીના શક્તિવાસ ચોક નજીકના ખાટકીવાસમાં ગેરકાયદે માસ મટનનું વેચાણ થતુ હોવાની રાવને પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિત નગરપાલિકાની 45 જેટલી ટીમેં સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે રેઇડ પાડી હતી આ દરમિયાન લાયસન્સ વગર નોનવેજ વેંચતા 33 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
શહેરના શક્તિવાસ ચોક નજીકના ખાટકીવાસમાં આડેધડ નોંવેજનું વેચાણ થતું હોવાથી વિસ્તારવાસીઓ પરેશાની ભોગવતા હતા આ અંગે સ્થાનિકોમાંથી રાવ ઉઠી હતી જે ફરિયાદને લઈને આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, નગરપાલિકા તંત્ર, પશુપાલન વિભાગની 45 ટીમ દ્વારા ચાંપતાપોલીસ દ્વારા ખાટકીવાસ અને શક્તિચોકમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.નોનવેજ વેંચતા લોકો પાસે લાયસન્સ છે કે કેમ? તે અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, ફૂડ ઇન્સ્પેકટર સી. કે. નિમાવત, ફૂડ ઇન્સ્પેકટર એમ.એમ. છત્રોલા, પશુપાલન વિભાગના એ. એન. કાલરીયા, પોલીસ સહિતની ટીમ દ્વારા ચેકીંગ દરમિયાન લાયસન્સ વગર નોનવેજ વેંચતા 33 જેટલા ધંધાર્થીઓ ઝપટે ચડ્યા હતા.જેને નોટિસ ફટકારી લાયસન્સ કેવી રીતે મેળવવું તેની પ્રક્રિયા અને સફાઈ સહિતની જાળવણી રાખવાની પણ તાકીદ કરાઈ હતી. આગામી સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.