મોરબી મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા શહેરમાં હોટલ અને નાસ્તા ગલીમાં ૧૬ ખાધ્ય પદાર્થના નમૂનાઓ લેવામાં આવ્યા અને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા. જેમાં ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ કરાયું છે કે, ખાદ્ય પદાર્થના સેમ્પલમાં જો યોગ્ય પ્રમાણ ન મળતાં નિયમો મુજબ કાર્યવાહી થવાની રહેશે.
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જીલ્લા ફૂડ અધિકારી નીરવભાઈ ચૌધરી અને ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદીની ઉપસ્થિતિમાં મોરબી શહેરના નેહરુ ગેટ નાસ્તા ગલી, શનાળા રોડ, ભક્તિનગર સર્કલ નજીક હોટલ અને રેસ્ટોરન્ટના ખાધ્ય પદાર્થના નમૂનાઓ લેવા મેગાડ્રાઇવ કરવામાં આવી હતી. કુલ ૧૬ ખાધ્ય પદાર્થમાંથી ૧૦ નમૂનાઓ લેવામાં આવ્યા, જેમાં ૮ સર્વેલન્સ અને ૨ એન્ફોર્સમેન્ટ નમૂનાઓ છે. નમૂનાઓમાં વિવિધ હોટલ્સમાંથી બટેકાનું શાક, ઢોકડીનું શાક, સેવટમેટાનું શાક, પાણીપુરીનું પાણી, ભેળ, મીક્ષભજીયા, પંજાબી શાકની ગ્રેવી અને દાળ સામેલ છે. તમામ નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જો નમૂનાઓ ફેલ થાય તો FSSAI ACT, ૨૦૦૬ અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.
ડ્રાઇવ દરમિયાન ૭ કિલો ચટણી અને ૧૦ લીટર દાઝયા તેલનો નાશ કરવામાં આવ્યો, તેમજ હોટલમાં નાસ્તા માટે છાપેલા ૧૫ કિલો જથ્થાના ન્યુઝપેપરનો પણ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ફૂડ શાખા દ્વારા ૩૦ પેઢી ઉપર તપાસ કરવામાં આવી, જેમાં ૧૩ પેઢી માટે લાઈસન્સ અને હાઈજીન અંગે નોટિસ પાઠવવામાં આવી હતી.









