મોરબીમાં રામનવમીની શોભાયાત્રા પહેલા પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે ત્યારે શોભાયાત્રા રૂટ પર એસપીના આગેવાનીમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
મોરબીમાં તહેવારોને અનુલક્ષીને સંવેદનશિલ વિસ્તારોમાં પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે, અને રામનવમીને અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી. જેમાં એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા શોભાયાત્રા રૂટનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ શકે તે માટે પોલીસ તંત્ર સજ્જ થયું છે. આટલું જ નહિ સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. કોઈ વ્યક્તિ માહોલ ખરાબ કરતું કૃત્ય કરતા જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જણાવવામાં આવ્યું છે.