મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ દિવાળીના પર્વમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ફૂટપેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત ટંકારા થાણા અમલદાર વાય કે ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેકટર એમ જે ધાંધલ જમાદારો કોન્સ્ટેબલ સહિતના સ્ટાફે શહેરના મુખ્ય માર્ગો પર આજે શનિવારે ફ્રુડ પેટ્રોલિંગ કરી વાહન ચેકીંગ ડ્રાઇવ પણ યોજવામાં આવી હતી. મકાનો અને દુકાનો માટે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે.