Sunday, November 24, 2024
HomeGujaratમોરબીના સંવેદનશીલ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ફલેગ માર્ચ કરવામાં...

મોરબીના સંવેદનશીલ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ફલેગ માર્ચ કરવામાં આવી

અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરાતા રાજયભરમાં અજંપા ભરી સ્થિતિ છે ત્યારે મોરબીમાં કાયદો અને વ્યસ્થા ઝળવાઈ રહે તે માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે ફૂટ પેટ્રોલિંગ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના પગલે સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે, ત્યારે મોરબી શહેરના અમુક સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેના ભાગરૂપે મોરબી પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ડે નાઈટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી એસપી સુબોધ ઓડેદરા પણ મોડી રાત્રીના સમયગાળા દરમિયાન પેટ્રોલીગમાં જોડાયા હતા.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા શહેરના ગ્રીનચોક, મકરાણી વાસ, નહેરૂગેટ, ખાટકી વાસ,મચ્છી પીઠ,સિપાઈવાસ સહિતના વિસ્તારોમા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પીઆઈ જે.એમ.આલ સહિતની ટીમોએ શાંતિ ભંગ ન કરવા અપીલ કરી હતી સાથે આ પ્રકારના કૃત્ય બદલ કડક કાર્યવાહીની સૂચના પણ આપી હતી. એકંદરે મોરબીમાં કોમી એખલાસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!