હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના અનુસાર સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્ર ફરજ ના ભાગરૂપે એલર્ટ રહ્યું છે.
ત્યારે આજે જૂનના રોજ વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના અધ્યક્ષ સ્થાને વાંકાનેર શહેરના ગ્રીન ચોક થી લઈ રથયાત્રાના માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.જેમાં વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર હકુમતસિંહ જાડેજા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ જોડાયો હતો.