Thursday, January 9, 2025
HomeGujaratમોરબીમાં પણ નકલી નશીલી શિરપનો પગપેસારો:હળવદના ચરાડવા ગામેથી ઝડપાયેલ નશીલી આયુર્વેદિક સીરપનો...

મોરબીમાં પણ નકલી નશીલી શિરપનો પગપેસારો:હળવદના ચરાડવા ગામેથી ઝડપાયેલ નશીલી આયુર્વેદિક સીરપનો જથ્થો નકલી હોવાનો ધડાકો!

આશરે બે મહિના અગાઉ મોરબી એસઓજી ટીમે બાતમીને અનુસાર હળવદ તાલુકાના ચરડવા ખાતે રહેતા આરોપીના રહેણાંક મકાનમાં આવેલ દુકાન અને ગોડાઉનમાં આયુર્વેદિક સીરપની જુદી જુદીની બોટલો કબજે કરી હળવદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે બાદ શીરપના સેમ્પલ તપાસ અર્થે મોકલ્યા હતા અને બીજી તરફ શિરાપ ની બોટલ પર લેબલ માં લખેલ ફેકટરીની પણ તપાસ હાથ ધરી હતી જેમાં આ શિરપ નકલી હોવાનું અને લેબલ માં લખેલ કોઈ કંપની હાલમાં અસ્તીત્વમાં ન હોવાનો ઘટસ્ફોટ થયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૦૨/૦૯/૨૦૨૩નાં રોજ મોરબી એસ.ઓ.જી. પોલીસ દ્વારા બાતમીના આધારે મેળવી હળવદ રોડ પર ચરાડવા ગામે આવેલ ગોપાલ નગરમાં રહેતા રાજેશભાઈ ડાયાભાઈ સોનગ્રા બસ સ્ટેન્ડ પાસે મુરલીધર પાન સેન્ટર નામની દુકાનવાળો તેના કબજા વાળા રહેણાંક મકાનમાં આવેલ દુકાન ગોડાઉનમાં આયુર્વેદિક શંકાસ્પદ કેફી પીણાં ની બોટલોનો મોટો જથ્થો રાખે તેનું ખાનગીમાં વેચાણ કરે છે તેવી બાતમીના આધારે હળવદના ચરાડવા ગામ સરકારી હોસ્પિટલ પાસે તપાસ કરતા ગોડાઉનમાંથી આયુર્વેદિક શંકાસ્પદ કેફી પદાર્થની જુદી જુદી AshvashavAshvashav તથા KA L MEGHASAVA ASAVA-ARISHTA વાળી બોટલો મળી આવતા પોલીસે રાજેશભાઈ ડાયાભાઈ સોનગરાની અટકાયત કરી પૂછપરછ કરતાં મોરબી તાલુકાના ઘૂંટુ ગામે રામકો સોસાયટી ખાતે રહેતા હિતેશભાઈ અમરશિભાઈ લાલુકીયા પાસેથી ખરીદ્યાં નું કબૂલાત તેની અટકાયત કરી પૂછપરછ કરતાં રાજકોટના પ્રણવભાઈ શાહ પાસેથી મેળવી વેચાણ કર્યાનું ખુલતા ત્રણેય આરોપી સહિત અન્ય તપાસમાં નામ ખૂલે તે તમામ વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.

એસ.ઓ.જી. પોલીસ દ્વારા સિરપની બોટલોના નમૂના લઈ એફ.એસ.એલ. રિપોર્ટ માટે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવતા જાણવા મળ્યું હતું કે, બોટલોમાં ભરેલ કેફીપીણામાં ઇથાઇલ આલ્કો હોલ તથા આઇસો પ્રોપાઇલ આલ્કોહોલની ભેળસેળ કરવામાં આવી છે. તેમજ બોટલો ઉપર “૧૦૦% હર્બ” ના નામનુ લેબલ લગાડી ખરે ખર ૧૦૦ % હર્બલ ન હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેમજ બોટલમાં જણાવેલ “શ્રી આયુર્વેદિક હેલ્થ કે”ની ફેક્ટરીની પોલીસ દ્વારા સ્થળ તાપસ કરવા જતા વડોદરા (આયુર્વેદ)ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાસેથી જાણવા મળ્યું હતું કે, બોટલમાં જણાવવામાં આવેલ સ્થળ પર કોઈ પણ પ્રકારની કંપની અસ્તિત્વ ધરાવતી નથી. ત્યારે આવી કોઈ કંપની અસ્તિત્વ ધરાવતી ન હોવા છતાં આરોપીઓ તેના નામના ખોટા લેબલ (દસ્તાવેજ) તૈયાર કરી બોટલ ઉપર લગાવી તેમાં ભેળસેળ યુક્ત નશાકારક પ્રવાહિ ભરી શીલ કરી મોટા જથ્થાનુ ઉત્પાદન કરી આ બોટલોનો ખરા તરીકે ઉપયોગ કરી નશાકારક પ્રવાહીનુ ગેર કાયદેસર નશાયુક્ત પ્રવાહીનુ વેચાણ કરતા તમામ આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!