મોરબીમાં આજે ફૂટવેરના વેપારીઓએ દુકાનો બંધ રાખીને 12 ટકા જીએસટી સામે આકરો વિરોધ વ્યકત કર્યો હતો. ફૂટવેર પર 5 ટકાથી વધારીને 12 ટકા જીએસટી અંગે સરકારના નિર્ણયથી ફુટવેરના વેપારીઓ આકરા પાણીએ થયા હતા અને 05 ટકા જીએસટી દર યથાવત રાખવાની માંગ કરી હતી.સરકારે અગાઉ પાંચ ટકા જીએસટી નાંખી દીધી બાદ ફરી 12 ટકા જીએસટી નાંખવાની વેતરણમાં હોઈ જે બાબતને લઈને લઈને મોરબીના ફૂટવેર વેપારીઓ દ્વારા વેપાર ધંધા બંધ કરવામાં આવ્યા હતા.જો બાર ટકા જીએસટી ઝીંકવામાં આવે તો આખો ધંધો ભાંગી જશે તેવો વેપારીઓએ ડર વ્યક્ત કર્યો હતો.વેપારીઓએ ફૂટવેરની દુકાનો બંધ કરીને આવેદનપત્ર આપી ફુટવેર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ગણી શકાય. લક્ઝરિયસ ચીજ વસ્તુઓ જીએસટી ટેક્સ વધારવો જોઈએ. જેથી ફૂટવેરમાંથી જીએસટીમા વધારાનો નિર્ણય અટકાવવા માંગ કરી હતી.