મોરબી તાલુકાના ખાનપર ગામે વાડીની ઓરડીમાં ૫૮ વર્ષીય પ્રોઢે કોઈ અગમ્ય કારણોસર શરીરે જવલનશીલ પ્રવાહી છાંટી અગ્નિ સ્નાન કરી લેતા પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા બાબુભાઇ માવજીભાઈ પરમાર ઉવ.૫૮ એ પોતાના દીકરા દિલીપભાઈની વાડીની ઓરડીમાં કોઈ કારણોસર પોતાના શરીરે જવલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દેતા બાબુભાઇ શરીરે ગંભીર રીતે દાઝી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃત્યુના આ બનાવ અંગે તાલુકા પોલીસે મૃતકન દીકરા દિલીપભાઈ પાસેથી વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની વધુ તપાસ શરૂ કરી છે.