વાંકાનેર શહેરના કુંભરપરા વાડી વિસ્તારના એક ૪૦ વર્ષીય યુવકે કોઈ અકળ કારણોસર પોતાના ઘરે લુંગી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મૃતકને હોસ્પિટલ લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ દ્વારા અ.મૃત્યુની નોંધ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા અ.મોતની નોંધ અનુસાર, રફીકભાઈ પાલાભાઈ શેખ ઉવ.૪૦ રહે કુંભરપરા વાડી વિસ્તાર વાંકાનેર વાળાએ તેમના ઘરે કોઈ અકળ પરિસ્થિતિઓ વચ્ચે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં ગઈકાલ ૧૬ ઓક્ટોબરના રોજ
રફીકભાઈ પોતાના ઘરે એકલા હતા. તે સમયે તેમણે રૂમની છત પર લગાવેલા હુકમાં લુંગી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે પરિવારજનો દ્વારા વાંકાનેર સરકારી હોસ્પોટલ ખાતે સારવારના લાવતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી તપાસ હાથ ધરી અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે