Thursday, May 14, 2026
HomeGujaratમોરબીમાં પહેલીવાર ભવ્ય “મેગા સંગીતનો મહાસાગર” શો યોજાશે

મોરબીમાં પહેલીવાર ભવ્ય “મેગા સંગીતનો મહાસાગર” શો યોજાશે

મલ્હાર મ્યુઝિક ફેમિલી ક્લબ દ્વારા લાઈવ મયુર સોની બેન્ડ અને જાણીતા ગાયકોની સુરાવલી સંધ્યા.

- Advertisement -
- Advertisement -

મોરબીના સંગીતપ્રેમીઓ માટે ખુશખબરરૂપે મલ્હાર મ્યુઝિક ફેમિલી ક્લબ દ્વારા તા. ૧૬ મે, શનિવારે રાત્રે ભવ્ય “મેગા સંગીતનો મહાસાગર” શો યોજાશે. આ કાર્યક્રમમાં લાઈવ મયુર સોની HTB હની ટ્યુન બેન્ડ સાથે જાણીતા ગાયકો જૂના અને નવા ફિલ્મી ગીતોની મહેફિલ જમાવશે.

મોરબીના જાણીતા સંગીતકાર મનોજ રાજા અને રવિ રાજાના પરિવાર દ્વારા સંચાલિત મલ્હાર મ્યુઝિક ફેમિલી ક્લબ દ્વારા પહેલીવાર ભવ્ય સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા.૧૬ મેના રોજ રાત્રે ૯.૩૦ કલાકે લજાઈ ચોકડી પાસે આવેલી એલીડ ઇન્ટરનેશનલ સ્કૂલ શ્રીજડેશ્વર મહાદેવ મંદિર રોડ ખાતે યોજાશે. કાર્યક્રમમાં મયુર સોની HTB હની ટ્યુન બેન્ડ સાથે હિમાંશુ ત્રિવેદી, અભિજિત રાવ, જ્યોતિ ક્રિશ્ચિયન અને અમૃતા સોની જેવા જાણીતા કલાકારો ૭૦-૮૦-૯૦ ના દાયકાના યાદગાર ફિલ્મી ગીતો તેમજ નવા ગીતોની રંગત જમાવશે.

આ કાર્યક્રમના આયોજક મનોજ રાજાએ અત્યાર સુધી સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં અંદાજે ૫૦૦૦ જેટલા સંગીત કાર્યક્રમો આપ્યા છે. તેમણે સંગીતપ્રેમી જનતાને કાર્યક્રમમાં હાજરી આપી સુરમય સંધ્યાનો આનંદ માણવા આમંત્રણ આપ્યું છે. કાર્યક્રમ માટે સ્પોન્સરશિપ અને પાસ અંગે માહિતી માટે મનોજ રાજા (મો. 98253 38055) તથા રવિ રાજા (મો. 98253 13737) નો સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!