દેશના પ્રજાસત્તાક દિવસની જિલ્લા સ્તરે થઈ રહેલી ઉજવણીમાં વડોદરા પોલીસ તંત્રના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસે મહિલા પોલીસ અધિકારી રાધિકા ભારાઈએ પરેડનું કમાન્ડિંગ કર્યું હતું.
સમગ્ર દેશમાં ૭૩માં પ્રજાસત્તાક દિવસને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નું વડોદરા શહેરમાં જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેર અને જિલ્લા પોલીસ દ્વારા સંયુકત રીતે શહેરના રાવપુરા સ્થીત રેલવે ગ્રાઉન્ડ ખાતે આજે સવારે પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતું. પોલીસની શિસ્તબધ્ધ પરેડમાં વડોદરા શહેર અને જિલ્લા પોલીસની મળીને ૭ પ્લાટુન ઉપરાંત ૧ હોર્સ અને ૧ ડૉગસ્કવૉર્ડ મળીને ૯ પ્લાટુનનો કાફલો તેમાં જોડાયો હતો. જેમાં મહત્વની વાત એ રહી હતી કે વડોદરા શહેર પોલીસ તંત્રના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત મહિલા પોલીસ અધિકારી ACP રાધિકા ભારાઈએ આ પરેડનું નેતૃત્વ કર્યું હતું. અને સેકન્ડલીડ પોજીશન ઉપર આર.પી.આઈ. પી.જે. રાઠોડ રહ્યા હતા.શહેર પોલીસ તંત્રના મહિલા સેલના એ.સી.પી. રાધિકા ભારાઈ પરેડનું કમાન્ડિંગ કર્યું હતું રાધિકા ભારાઈ વર્ષ ૨૦૧૭માં ડાયરેકટ ડીવાયએસપી તરીકે પોલીસ સેવા દળમાં જોડાયા હતા.મોરબી જિલ્લામાં dysp તરીકે ફરજ બજાવી ચૂકેલા અને થોડા દિવસો પહેલા જ મોરબીથી વડોદરા એસીપી તરીકે બદલી પામેલા રાધિકા ભારાઇએ બી ટૅક સુધીનો ઉચ્ચા અભ્યાસ કર્યું છે.ઉલ્લેખનિય છે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં કમાન્ડિંગ કરવાનો આ બીજો અવસર તેમના કેરિયરમાં બીજી વખત પ્રાપ્ત થયો છે આ પહેલા કચ્છ ખાતે યોજાયેલી પરેડનું સુકાન સંભાળ્યું હતું.