Sunday, December 22, 2024
HomeGujaratરફાળેશ્વર મેળામાં પ્રથમ વખત શિવ ભક્તિને ઉજાગર કરતા ભક્તિસભર કાર્યકમો યોજાયા

રફાળેશ્વર મેળામાં પ્રથમ વખત શિવ ભક્તિને ઉજાગર કરતા ભક્તિસભર કાર્યકમો યોજાયા

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત શિવતરંગ મેળામાં શિવ તાંડવ નૃત્ય, મહાકાલ ઝાંખી, ભગવાન શિવના ગુણગાન ગાતા ગીતો ભજનોની રમઝટ બોલી, બે દિવસીય મેળા હજારો લોકો માટે મનોરંજન ગૌણ અને શિવભક્તિ કેન્દ્ર સ્થાને રહી.

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબી નજીક આવેલા સૌથી પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા અનુસાર યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા બે દિવસીય શ્રાવણી અમાસનો લોકમેળો ભરાયો હતો. જેમાં આ વખતે પ્રથમ વખત જ રફાળેશ્વર મેળામાં શિવ ભક્તિને ઉજાગર કરતા ભક્તિસભર કાર્યકમો યોજાયા હતા. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત શિવતરંગ મેળામાં શિવ તાંડવ નૃત્ય, મહાકાલ ઝાંખી, ભગવાન શિવના ગુણગાન ગાતા ગીતો ભજનોની રમઝટ બોલી હતી. આથી બે દિવસીય મેળા હજારો લોકો માટે મનોરંજન ગૌણ અને શિવભક્તિ કેન્દ્ર સ્થાને રહી હતી.

રફાળેશ્વર મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં શ્રાવણી અમાસ નિમિતે બે દિવસ સુધી યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા મનોરંજન સાથે ભગવાનની શિવની મહિમાને ઉજાગર કરતા શિવ તરંગ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે જ બે દિવસીય અમાસના પોરોણીક મેળાનો પ્રારંભ થયો હતો. જો કે આ વખતે બે અમાસ હોવાથી મેળો શરૂ થતાની સાથે જ ગઈકાલે પણ હજારો લોકો ઉમટી પડતા આ મેળામાં ફજેત,, ફાળકા, ટોરા-ટોરા, અવનવી રાઈડ્સ તેમજ ખાણી-પીણીના સ્ટોલ ધમધમવા લાગ્યા હતા. તેમજ વર્ષોની પરંપરા મુજબ રાતભર ભજનની રાવટીઓ ધમધમી હતી અને મોટી સંખ્યામાં લોકોએ ભજનો સાથે મેળાની મોજ માણી હતી. તેમજ હજારો લોકોએ પિતૃતર્પણ કર્યું હતું.

પ્રથમ વાર શિવ તરંગ મેળાના આયોજન વિશે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ કહ્યું હતું કે, વર્ષોથી મહાદેવના સાનિધ્યમાં અને ભગવાન શિવની ભક્તિને જ કેન્દ્રમાં રાખીને આ મેળો યોજાઈ છે. જો કે લોકો અહીં મહાદેવના પ્રથમ દર્શન અને પૂજા કરે છે અને પિતૃતર્પણ કરીને પછી જ મેળો માણતા હોય છે. પણ હમણાંથી લોકરંજનનું મહત્વ વધી ગયું હતું. પણ જેના સાનિધ્યમાં અને જેની પીવત્ર ભૂમિ તેમજ જેના થકી જ મેળો યોજાઈ છે એ ભગવાન ભોળાનાથની ભક્તિ ગૌણ બની જાય તો મેળો ખરો ઉદેશ્ય જ મરી જાય એમ છે. એટલે ખાસ શિવ ભક્તિને કેન્દ્ર સ્થાને રાખવા આ વખતે પ્રથમ વખત રફાળેશ્વર મેળાને શિવ તરંગ મેળો એવું નામ આપવામાં આવ્યું છે. ખાલી નામ ખાતર જ નહીં પણ ખરા અર્થમાં શિવ ભક્તિ કરવામાં આવી હતી. એટલે આ શિવ તરંગ મેળામાં હરિયાણાના પ્રસિદ્ધ ગ્રુપ દ્વારા શિવ તાંડવ નૃત્ય, મહાકાલ ઝાંખી, સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકારો દ્વારા ભગવાન શિવની ભક્તિનો મહિમાં રજૂ કરતા ગીતો, ભજનોની રમઝટ બોલી હતી અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. એમાં પણ શિવ ભક્તિ જ મુખ્ય હતી. ક્યાંય પણ મર્યાદા લોપાય એવા કોઈ મનોરંજનના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જ ન હતા. એટલે ભક્તિનું મર્યાદાનું સ્તર ઉંચુ રાખીને ભક્તિસભર કાર્યક્રમો યોજાયા હતા. લોકોને પણ શિવ ભક્તિ કરવાની તક મળી હતી. અમારો ઉદેશ્ય કોઈને ઠેસ પહોંચાડવાનો નથી. પણ મુખ્ય શિવ ભક્તિનું સૌહાર્દ જાળવવાનો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!