Tuesday, January 7, 2025
HomeGujaratછેલ્લા ત્રણ વર્ષથી મોરબી જીલ્લાના અલગ અલગ ઉદ્યોગોના ઉદ્યોગકારો સાથે છેતરપીંડી કરનારા...

છેલ્લા ત્રણ વર્ષથી મોરબી જીલ્લાના અલગ અલગ ઉદ્યોગોના ઉદ્યોગકારો સાથે છેતરપીંડી કરનારા બે ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ મોરબી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓનો ભેદ ઉકેલી આવી પ્રવૃતિ આચરનારા ઇસમોને પકડી પાડવા સુચના આપેલ જે અન્વયે ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર.ગોઢાણીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિરામીકના માલીકોને વિશ્વાસમાં લઇ એક મહિનામાં મંગાવેલ માલનું પેમેન્ટ આપવાના વાયદા કરી ટાઇલ્સ મંગાવી તેનુ પેમેન્ટ નહીં આપી વિશ્વાસઘાત કરી આર્થિક લાભ મેળવવા ગુન્હાહિત કાવતરૂ કરનાર “ રાધે એન્ટરપ્રાઇઝ ” ના પ્રોપ્રાઇટર વિરૂદ્ધમાં અલગ અલગ ગુન્હા રજીસ્ટર કરી આગળની તપાસ પીએસઆઈ વી.કે.કોઠીયા તથા પીએસઆઈ વી.જી.જેઠવાને સોંપી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરતથી બે આરોપીઓ નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા તથા જગદીશભાઇ શંભુભાઇ જોગાણીને ઝડપી પાડ્યા હતાં. પોલીસ તપાસમાં બંને આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં અલગ અલગ પેઢી બનાવી તથા અલગ અલગ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરી મોરબી જીલ્લાના અલગ અલગ સિરામીકના માલીકો પાસેથી ટાઇલ્સ મંગાવી પૈસા ચુકવતા ન હોવાનું જણાય આવેલ હોય અને મજકુર આરોપીઓ અલગ અલગ સાત મોબાઇલ નંબરોનો ઉપયોગ કરી આવા ગુનહાઓ આચરતા હોવાનું પણ બહાર આવ્યું હતું. હાલ પોલીસે આ આરોપીઓ પાસેથી છેતરપીંડીથી મેળવેલ માલ ખરીદનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. અને બંને આરોપીઓનો કોર્ટનાં હુકમ અન્વયે સબ જેલ ખાતેથી કબ્જો મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!