Thursday, January 9, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં સતત બીજા દિવસે ઠેરઠેર દેશી દારૂના હાટડા સામે કાર્યવાહી

મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે ઠેરઠેર દેશી દારૂના હાટડા સામે કાર્યવાહી

ચાર સ્થળે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, કુલ ૧૫૮ લીટર દેશી દારૂ સાથે ૨૦ આરોપી ઝડપાયા: એક ફરાર

- Advertisement -
- Advertisement -

મોરબી: મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે પોલીસે ઠેરઠેર દેશી દારૂના હાટડા સામે કાર્યવાહી ચાલુ રાખી ચાર સ્થળે દેશી દારૂની ભઠ્ઠીને ઝડપી લીધી હતી. કુલ ૧૫૮ લીટર દેશી દારૂ સાથે ૨૦ આરોપી ઝડપયા હતા.

વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપરગામે મહીલા આરોપી રેખાબેન મનીષભાઇ સરાવાડીયા (ઉ.વ-૩૨ ધંધો-ઘરકામ રહે-સરતાનપર તા-વાંકાનેર) ના કબજા ભોગવટાવાળા મકાનમા ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી પ્રોહિ ગરમ આથો લીટર-૧૦ કિ.રૂ.૨૦/- તથા ઠંડો આથો લીટર-૪૦૦ કિ.રૂ.૮૦૦/- તથા ભઠીનાસાધનો ઘડો નંગ-૧ કી.રૂ.૨૦/- તથા પાટલી નળી સાથે નંગ-૧ કી.રૂ.૧૦/-તથા ગરમ દેશી દારૂ લીટર-૨૫ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧૩૫૦/-ના મુદામાલ સાથે મળી આવતા આગળની તપાસ હાથ ધરી છે.

વાંકાનેર સીટી પો.સ્ટે. સ્ટાફે લીંબાળા ગામની સીમ ઢકવાળી વાડીમા ઓકળામા દેશી દારૂ ભઠ્ઠી ચલાવતા પ્રવીણભાઇ ગોવિંદભાઇ સીતાપરા (ઉવ-૩૭ ધંધો-ખેતી રહે. લીંબાળા નવાપ્લોટમાં તા.વાંકાનેર) વાળાને ગરમ દારૂ લીટર-૪ કી રૂ-૮૦/ તથા દારૂ લીટર-૦૫ કી.રૂ.૧૦૦/- તથા ગરમ આથો લીટર-૦૫ કી.રૂ-૧૦/- તથા ઠંડો આથો લીટર-૩૦ કી.રૂ.૬૦/- તથા ભઠ્ઠીના સાધનો કી.રૂ-૫૦૦/ મળી કુલ રૂપીયા-૭૮૦/- ના મુદામાલ સાથે મળી ના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

માળીયા મીં.પોલીસે નવાગામ પાસે આવેલ બાવળના ઝુડમા દારૂની ભઠ્ઠી ચલાવતા હનિફ આમદભાઇ કટીયા (ઉવ.૨૨ ધંધો મજુરી રહે. નવાગામ તા. માળીયા) ને દેશી પીવાનો દારુ બનાવવાનો ભઠી ચલાવી દેશીદારૂ ગાળવાનો આથો ગાળી દેશી દારૂ બનાવતા રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૫૦ કિ.રૂ.૧૦૦/- તથા ઠંડા આથો લીટર ૧૦૦ ની કિ.રૂ.૨૦૦/-તથા દેશી દારૂ ના કેરબામા દારૂ લી-૧૦ કિ.રૂ.૨૦૦/- તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમ નુ બકડીયુ નંગ-૧ કી રૂ ૦૦/૦૦-તથા પાતળી નળી નંગ-૧ કિ રૂ ૦૦/૦૦- મળી કુલ કિ.રૂ.૫૦૦/-ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાનદરમ્યાન આરોપી હાજર મળી આવતા આગળની તપાસ હાથ ધરેલ છે

હળવદ પોલીસે રાયધ્રા ગામની સીમમાં આરોપી રમેશભાઇ નવઘણભાઇ દેત્રોજા (રહે.રાયધ્રા તા.હળવદ) વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી જગ્યામાં દેશી પીવાનો દારૂ બનાવવાનો ઠંડો આથો ૨૦૦ લીટર જે એક લીટરની કિ.રૂ.૨ લેખે કુલ કિ.રૂ.૪૦૦/- મુદામાલ રાખી અને રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવી વધુ તપાસ હાથ ધરેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસે અજિત અમરશીભાઈ ડાભીને ત્રણ લીટર, વાંકાનેર સીટી પોલીસે મણીબેન વેલશીભાઈ મીઠાપરાને પાંચ લીટર, જીતેન્દ્ર ઉર્ફે જીતો ગોરધનભાઈ નગવાડીયા ને ત્રણ લિટર તેમજ હુસેન રયબભાઈ કટિયાને પાંચ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જ્યારે માળિયા મીયાણા પોલીસે જાદવજી પ્રભુભાઈ સનુરાને નવ લીટર, જેનાબેન અકબરભાઈ મોરને આઠ લીટર તેમજ અશોક માવજીભાઈ રાઠોડ ને પાંચ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા.

જ્યારે હળવદ પોલીસે પાંચ લિટર દેશી દારૂ સાથે રણજીત દેવશીભાઈ વાઘેલાને ઝડપી લીધો હતો. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે લક્ષ્મીબેન વિરમભાઈ જરવરીયા ને છ લીટર અને લીલાબેન જગદીશભાઈ મેરને નવ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધી હતી.

ટંકારા પોલીસે ચાર લીટર દેશી દારૂ સાથે મુકેશ હીરજીભાઈ ચાવડાને ઝડપી લીધો હતો. એ ડિવિઝન પોલીસે પાંચ લીટર દેશી દારૂ સાથે ભાવનાબેન મનોજભાઈ કડેવાર ને તથા ચાર લિટર દેશી દારૂ સાથે સુમનબેન રાકેશભાઈ કોરડીયા ને ઝડપી લીધી હતી.

મોરબી તાલુકા પોલીસે પાંચ લીટર દેશી દારૂ સાથે નિલેશ નાગજીભાઈ દેગામા સોળ લીટર દેશી દારૂ સાથે ધનીબેન વેલાભાઈ પરમાર અઢાર લીટર સાથે જાવેદ હુસેનભાઇ મોવર તેર લીટર દેશી દારૂ સાથે રવિ સુરાભાઈ વાઘેલા તેમજ પાંત્રીસ લીટર દેશી દારૂ સાથે સુરેન્દ્રનગર પરસોત્તમભાઈ રાઠોડ ને ઝડપી લીધો હતો તેમ જ અન્ય એક આરોપી રફીક હાજીભાઈ મિયાણાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે જ્યારે દસ લીટર દેશી દારૂ સાથે વિજય રમેશભાઈ ગોસ્વામી ને ઝડપી લીધો હતો અને આ દારૂ તેને યાસ્મીન ઉર્ફે આરતી સંજય અગેચાણીયા વેચવા માટે આપી ગઈ હોવાની કબુલાત આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!