માળીયા મી. નજીક આજે મંગળવારે સતત ત્રીજા દિવસે માળીયા નજીક ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો રીતસર અકળાઈ ઉઠ્યા હતા. ત્યારે તંત્ર તરફથી ટ્રાફિકજામ ન સર્જાય એ માટેના કોઈ પગલાં ભરવામાં ન આવતા હવે લોકરોષ વધી રહ્યો છે જેમાં ગત રવિવારે માળીયા તરફથી કચ્છ તરફ જતા માર્ગ પર સર્જાયેલો ટ્રાફિકજામ આજે મંગળવારે સતત ત્રીજા દિવસે પણ યથાવત રહેતા વાહનચાલકો અકળાઈ ઉઠ્યા હતા. આજે મંગળવારે સુરજબારીના પુલથી શરૂ કરીને હરિપર ગામ સુધી ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો હતો. ખાસ કરીને ત્રણ- ત્રણ દિવસથી સર્જાતા ટ્રાફિકજામને લઈને તંત્ર સામે લોકરોષ વ્યાપક બન્યો છે. પુલનું એક તરફનું કામ અત્યંત ધીમી ગતિથી ચાલતું હોય એક તરફના બંધ કરાયેલા માર્ગને લઈને થતા ટ્રાફિકજામ નિવારણ માટે તંત્ર તરફથી હજુ સુધી વ્યવસ્થા ગોઠવાઈ ન હોય વાહનચાલકોનો અમૂલ્ય સમય અને મહામોંઘું ઇંધણ વેડફાઈ રહ્યું છે ત્યારે હાઇવે ઓથોરિટી સાથે સ્થાનીય તંત્રએ સહયોગ કરી આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ આવે એવી લોકલાગણી પ્રબળ બની છે.