જાણીતા યુવા વેધરમેન ઉતમ માળી એ જણાવ્યા મુજબ ગુજરાતમાં હવામાન મોડ બદલાઈ રહ્યું છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે જોડાયેલા નબળા પડતા કોલ્ડ ફ્રન્ટના પ્રભાવથી 22 જાન્યુઆરીની મોડી રાતથી 23 જાન્યુઆરીની વહેલી સવાર સુધી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. ખાસ કરીને દ્વારકા, જામનગર અને મોરબી આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટાં કે ઝરમર વરસાદ પડી શકે છે.
આ પછી રાજ્યમાં ફરીથી કોલ્ડવેવની પકડ મજબૂત થવાની છે. આગામી 24થી 26 જાન્યુઆરી દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વ્યાપક રીતે ન્યૂનતમ તાપમાન લો થી મિડ સિંગલ ડિજિટ (°C) સુધી ઉતરી શકે છે. રાજકોટ, ટંકારા અને આસપાસના વિસ્તારોમાં કાંતિલ ઠંડી પડશે.









