Sunday, September 22, 2024
HomeGujaratમોરબીના ઘુંટુ ગામ નજીક સીએનજી રીક્ષામાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો,ચાલક ફરાર

મોરબીના ઘુંટુ ગામ નજીક સીએનજી રીક્ષામાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો,ચાલક ફરાર

પોલીસની વાહન ચેકીંગ કાર્યવાહી દૂરથી જોઈ રીક્ષા ચાલક રીક્ષા રેઢી મૂકી અંધારામાં પલાયન

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય ત્યારે ઘુંટુ ગામ નજીક હરિઓમ પાર્ક સોસાયટી પાસે વાહન ચેકીંગ કામગીરી કરતા હોય તે દરમિયાન હળવદ તરફથી આવી રહેલ સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-યુ-૯૧૨૭નો ચાલક દૂરથી પોલીસને જોઈ એક્દમથી પોતાનું વાહન યુ-ટર્ન લઈને રીક્ષા રોડ ઉપર રેઢી મૂકીને નાસી ગયો હતો. ત્યારે પોલીસે રીક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૬૦ બોટલ તથા બિયરના ૧૦ ટીન મળી આવતા તાલુકા પોલીસે વિદેશી દારૂ-બિયરનો જથ્થો તેમજ રીક્ષા કબ્જે લઈને નાસી ગયેલ રીક્ષા ચાલક આરોપીને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર થઇ ગયેલ આરોપીને પકડી ઓળવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!