Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઝડપાયો વિદેશી દારૂ

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઝડપાયો વિદેશી દારૂ

મોરબીમાં વિદેશી દારૂ ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નવલખી રોડ રણછોડનગરમાં આવેલ રહેણાંક મકાનમાં રેઈડ કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. તેમજ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે સાગરભાઇ કાન્તીભાઇ પલાણના નવલખી રોડ રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૫માં રહેણાંક મકાનમાં રેઈડ કરી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કી, રમ તથા લીકવરની ૧૫૯ બોટલોનો રૂ.૭૨,૦૫૫/ નો મુદામાલ કબ્જે કરી રેઇડ દરમ્યાન આરોપી હાજર નહીં મળી આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!