Thursday, December 26, 2024
HomeGujaratમોરબીના ઇન્દીરાનગરમાં બુટલેગરના રહેણાંકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,આરોપી ફરાર

મોરબીના ઇન્દીરાનગરમાં બુટલેગરના રહેણાંકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,આરોપી ફરાર

મોરબી એલસીબી પોલીસે વિદેશી દારૂની ૨૦ નંગ નાની બોટલ કબ્જે લીધી

- Advertisement -
- Advertisement -

મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં દરોડો પાડતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૭૫મીલી ની ૨૦ નંગ બોટલ મળી આવી હતી. આ સાથે આરોપી યુસુફ ઇકબાઇલભાઇ મોવર પોલીસની રેઇડ દરમિયાન હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબી ટીમને બાતમી મળી કે મોરબી-૨ ઇન્દીરાનગર વિસ્તારમાં યુસુફ મોવર પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચ. કરે છે જે મુજબની બાતમી માલ્ટા તુરંત ઉપરોક્ત આરોપીના મકાનમાં રેઇડ કરી હતી, ત્યારે એલસીબી પોલીસ ટીમે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હિસ્કીની ૩૭૫મીલી ક્ષમતાની ૨૦ નંગ બોટલ કિ.રૂ. ૪,૮૦૦/-પકડી લેવામાં આવી હતી, આ સાથે આરોપી યુસુફ ઈકબાલભાઈ મોવર રેઇડ દરમિયાન હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી આગળની કાયદેસરની કાર્યવાહી સબબ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી તેને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!