રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા રવાપર ગામ, શિવ શકિત સોસાયટી ખાતે જાહેર પાર્કીંગમાં બ્રેઝા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જનરલ કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં હતી. તે દરમ્યાન તેમને ખાનગી રાહે હકિકત મળેલ કે, રવાપર ગામ શિવ શકિત સોસાયટીમાં રહેતો વિપુલભાઇ નરસંગભાઇ આહીર તેની GJ-36-L-3120 નંબરની બ્રેઝા કારમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરે છે. હાલે આ કાર તેના રહેણાંક મકાન સામે આવેલ જાહેર પાર્કિંગમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હાલતમાં પડેલ છે જે ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા વિપુલભાઇ નરસંગભાઇ બાલાસરા અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૨૧૫ બોટલોનાં રૂ.૯૨,૮૦૫/- તથા કાર મળી કુલ ૪,૯૭,૮૦૫/-ના મુદામાલ સાથે મળી આવતા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.