મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રોહિબિશન-જુગારની બદીને અટકાવવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન-જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસે હળવદ બાયપાસ હાઈવે પરથી વિદેશીદારૂના જથ્થા સાથે ટાટા છોટાહાથી ગાડી પકડી પાડી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલે પોલીસ સ્ટાફ સાથે હળવદ ટાઉનના રીલાયન્સ પેટ્રોલપંપ બાજુમાં દિવ્યપાર્ક જવાના રસ્તા પાસે રેઇડ કરતા એક ટાટા કંપનીની છોટાહાથી ગાડી મળી આવી હતી. જેમાંથી વિદેશીદારૂની રૂ.૩૬,૦૦૦/-ની કિંમતની કુલ ૯૬ બોટલ તથા રૂ.૩,૦૦,૦૦૦/-ની એક ટાટા કંપનીની છોટાહાથી મળી કુલ રૂ.૩,૩૬,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ હોય તેમજ છોટાહાથી ગાડીનો ચાલક ગાડી મુકી નાસી જતા છોટાહાથી ગાડીના ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.