Saturday, January 24, 2026
HomeGujaratવાંકાનેરમાં સ્વીફ્ટ કાર સાથે ટોચન કરેલ ઇકો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

વાંકાનેરમાં સ્વીફ્ટ કાર સાથે ટોચન કરેલ ઇકો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

દારૂની હેરાફેરીનો નવતર પ્રયોગ પણ ફેઈલ: ૪૭૨ બોટલ વિદેશી દારૂ સાથે ત્રણની ધરપકડ, ૧૧.૦૯ લાખનો મુદ્દામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર શહેરમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર સીટી પોલીસે જીનપરા જકાતનાકાથી સીટી સ્ટેશન રોડ તરફ જતા સર્વિસ રોડ ઉપર સ્વીફ્ટ કાર સાથે ટોચન કરાયેલી ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઇકો કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ ૪૭૨ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્વીફ્ટ કાર, ઇકો કાર અને ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧૧.૦૯ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે દારૂ ભરી આપનાર થાનગઢના અન્ય એક આરોપીનું નામ ખુલવા પામ્યું હતું.

વાંકાનેર સીટી પોલીસ મથક ટીમ ગત રાત્રીના નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેર જીનપરા જકાતનાકાથી સીટી સ્ટેશન રોડ તરફ જતા સર્વિસ રોડ ઉપર હરસિદ્ધિ હોટલ નજીક એક સફેદ રંગની સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-એપી-૫૭૨૯ એક કાળા કાચવાળી ઇકો કાર રજી.નં. જીજે-૩૬-એએફ-૩૨૩૫ને ટોચન કરી લઈ જઈ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. શંકા જતા બંને વાહનોને રોકવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ઇકો કારમાંથી પુઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કોથળામાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડ અને ક્ષમતાની કુલ ૪૭૨ બોટલ કિ.રૂ.૩,૯૬,૮૫૦/-મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી દિપાલ મુકેશભાઈ સંખેસરીયા ઉવ.૨૨ રહે. વાંકાનેર હરસિધ્ધિ હોટલની બાજુમાં, બાદલ રસિકભાઈ કાંજીયા ઉવ.૨૪ રહે.મોરબી લાભનગર-૨ ધરમપુર રોડ તથા ઇન્દ્રજીત રાજુભાઇ ગોસ્વામી ઉવ.૨૩ રહે.કેરાળા તા.વાંકાનેર વાળાની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન આ વિદેશી દારૂનો જથ્થો સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં મફતીયાપરા વિસ્તારમાં રહેતા હરદીપભાઈ કાઠી પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી તે આરોપીને ફરાર દર્શાવી વાંકાનેર સીટી પોલીસે વિદેશી દારૂ, સ્વીફ્ટ તથા ઇકો કાર ૪ નંગ મોબાઇલ સહિત કુલ રૂ.૧૧,૦૯,૩૫૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ ચારેય આરોપીઓ સામે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!