Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફીસમાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : આરોપીની અટકાયત

મોરબીમાં ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફીસમાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : આરોપીની અટકાયત

મોરબીમાં વિદેશી દારૂનો જથ્થો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે લાતી પ્લોટ શેરી નં.૭ જય ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફીસમા રેઈડ કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી એક ઈસમની અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના લાતી પ્લોટ શેરી નં.7 જય ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફીસમાંથી આરોપી મનીષભાઈ લલીતભાઈ કોટકે વિશાલભાઈ દિલીપભાઈ દવે પાસેથી વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા અર્થે મેળવી પોતાના કબ્જા ભોગવટા વાળી ઓફીસમા ગેરકાયદેસર રીતે પાસ કે પરમીટ વગર રાખી મૂકતાં પોલીસે ચેકીંગ કરી ઓલ સેસન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની રૂ.૧૦૫૦/-ની શીલબંધ 3 બોટલો તથા રોયલ ચેલેન્જ પ્રીમીયમ સીલેક્ટ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની શીલબંધ રૂ.૭૦૦/-ની કિંમતની ૨ બોટલો એમ કુલ ૫ બોટલોનો રૂ.૧૭૫૦/-નો મુદામાલ પોતાના કબ્જામાં વેચાણ કરવા અર્થે રાખી રેઈડ દરમ્યાન આરોપી મનીષભાઈ લલીતભાઈ કોટકની અટકાયત કરી જ્યારે આરોપી વિશાલભાઈ દિલીપભાઈ દવે હાજર નહિ મળી આવતા તેના વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!