Saturday, December 28, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં બે સ્થળોએથી વિદેશી દારૂ ઝડપાયો : એક આરોપીની અટકાયત

મોરબી જિલ્લામાં બે સ્થળોએથી વિદેશી દારૂ ઝડપાયો : એક આરોપીની અટકાયત

મોરબીમાં દેશી-વિદેશી દારૂના વિક્રેતાઓ પર મોરબી જિલ્લા પોલીસે બાઝ નજર રાખી તેમનાં પર એક બાદ એક એમ બે રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરવામાં આવી છે. જયારે અન્ય બે ઈસમો ફરાર થઇ જતા તેમના વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ  મોરબી આલાપ રોડ પટેલ નગર પાસે શંકાના આધારે વિપુલભાઇ દલીચંદભાઇ વરમોરા (રહે.મોરબી આલાપરોડ પટેલ નગર પટેલ રેસીડેન્સી-સી-૧ મુળરહે.નવાદેવળીયા તા.હળવદ) નામના શખ્સને શખ્સને રોકી તેની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસે શખ્સની તપાસ કરી હતી. ત્યારે તેની પાસેથી વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કી ની કાચની સીલ તુટેલ રૂ.૩૦૦/-ની કિંમતની ૧ બોટલ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી અને તેને આ મુદ્દામાલ અંગે પુછાતા આરોપીએ જણાવ્યું હતું કે તેણે આ દારૂ મુનાભાઇ (રહે.મોરબી રવાપર) નામના શખ્સ પાસેથી મેળવ્યું છે. ત્યારે પોલીસે બંને વિરુધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે માથક ગામે એક આંગણવાડીમાં રેઈડ કરવામાં આવી હતી અને તે ઓરડીનાં બાથરૂમમાંથી Mc Dowells No 1 Deluxe Whiskyની કુલ રૂ.૪૦,૫૦૦/-ની કિંમતણાઈ ૧૦૮ બોટલો  તથા LONDON PRIDE VODKAની કુલ રૂ. ૭,૨૦૦/-ની કિંમતની ૨૪ બોટલો કબ્જે કરી કુલ રૂ. ૪૭,૭૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી અનિલ ઉર્ફે અંકો પ્રભુભાઇ મદ્રેસણીયા (રહે. માથક ગામ, તા.હળવદ જી.મોરબી) સ્થળ પર હાજર મળી ન આવતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!