ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે, પરંતુ દરેક ગામમાં દારૂ તો મળી જ જાય છે, એ પણ ઘરે બેઠા, અને આ દારૂ પૂરો પાડનાર નાના મોટા બુટલેગરો હોય છે. આવા બુટલેગરો પર પોલીસે તવાઈ બોલાવી છે. અને ગઈકાલે બે સ્થળો પર મોરબી જિલ્લા પોલીસે રેઇડ કરી બે શખ્સોને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.
પ્રથમ દરોડા અંગે મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, હળવદ કુંભારપરા ખાતે રામાપીરના મંદીર પાસે આવેલ મુકેશભાઈ ઉર્ફે બુટી રાણાભાઈ મુંધવાના રહેણાંક મકાનેદારૂ વેચાઈ રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે આરોપીના ઘરે રેઇડ કરી મુકેશભાઈ ઉર્ફે બુટી રાણાભાઈ મુંધવા (રહે. હળવદ કુંભારપરામાં રામાપીરના મંદિર પાસે તા.હળવદ જી.મોરબી)ને ભારતીય બનાવટની વિદેશીદારૂની ROYAL CHALLENGE FINE RESERVE WHISKY RICHER & SMOOTHERની રૂ.૬૨૪૦ની ૧૨ બોટલ, ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY ની રૂ.૬૪૦૦/-ની કિંમતની ૨૦ બોટલ, MC DOWELLS NO.1 COLLECTION WHISKYની રૂ.૪૫૦૦/-ની કિંમતની ૧૨ બોટલ તથા GOLD COIN SPECIAL WHISKY ની રૂ.૮૪૦૦/-ની ૨૮ બોટલ મળી કુલ ૭૨ બોટલોના રૂ.૨૫,૫૪૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે.
બીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની સીમ, બેલા ચેક પોસ્ટ પાસે ચેકિંગમાં હતી. ત્યારે તેઓએ GJ-36-U-6101નંબરની રૂ.૧,૦૦,૦૦૦/- ની કિંમતની બજાજ કંપનીની સી.એન.જી. રીક્ષાને રોકી તેના ચાલક દિપસિંહ બહાદુરસિંહ જાડેજા (રહે. જીવાપર, તા.જી.મોરબી)ની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળેલ ન હતો. જેથી તેઓએ રીક્ષા તપાસતા તેમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ઇગ્લીશ દારૂની બોટલ તથા બીયર મળી કુલ ૪૨ નંગના રૂ.૯,૮૭૫/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે મળી કુલ રૂ.૧,૦૯,૮૭૫/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે દિપસિંહ બહાદુરસિંહ જાડેજાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.