મોરબીમાં વિદેશી દારૂનો જથ્થો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કર્મચારી સોસાયટીમાં રહેણાંક મકાને રેઇડ કરી તથા ટંકારા પોલીસે મીતાણા ગામે પાણીના સંપ પાસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી બે ઈસમોની અટકાયત કરી છે. જયારે એક ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીનાં આધારે ગઈકાલે કર્મચારી સોસાયટીમાં રહેણાંક મકાને રેઇડ કરી નાદીમ યુનુશભાઇ પલેજા તથા યુનુશભાઇ અલીભાઇ પલેજા સંધીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાક મકાનમાં ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર છુપાડેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ ૨૬૮ બોટલોનો રૂ.૧,૦૫.૨૧૦/- તથા બીયરના ૪૮ ટીનનો રૂ. ૪૮૦૦/- મળી કુલ રૂ. ૧,૧૦,૦૧૦/- નો મુદામાલ કબ્જે કરી બંને આરોપીની ધરપકડ કરી છે.
બીજા દરોડામાં, ટંકારા પોલીસની ટીમે ગઈકાલે મીતાણા ગામે પાણીના સંપ પાસે વોચ ગોઠવી રાખી હોય જે જી.જે.-૧૦-ટી.એકસ. ૦૧૯૭ નંબરની મહીન્દ્રા કંપનીની બોલેરો વાહનનો ચાલક જોઈ જતા તે વાહન સ્થળ પર મૂકી ફરાર થયો હતો. જેને લઈ પોલીસે કાર તપાસતા કારમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની GRAND AFFAIR પ્રીમીયમ વ્હીસ્કીની ૮૪૦ બોટલોનો રૂ.૨,૫૨,૦૦૦/- તથા GRAND AFFAIR પ્રીમીયમ વ્હીસ્કીની ૧૪૪ બોટલનો રૂ.૧૪,૪૦૦/- મળી આવતા પોલીસે દારૂ તથા બોલેરો કારના રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૬૬,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.