Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : માળીયા મી.માં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી...

વાંકાનેરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : માળીયા મી.માં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે વધુ બે સ્થળોએથી દારૂનો જથ્થો ઝડપી પાડી પાડ્યો છે. જેમાં વાંકાનેરનાં જાલી ગામે ઝુંપડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જયારે માળીયા મી.ની મકડીયા પીરની દરગાહ પાસે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેરનાં જાલી ગામની સીમમાં એક ઝુંપડામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી રાખી તેનું ગેર કાયદેસર રીતે વેચાણ કરવામાં આવે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી પાચાભાઇ રૂપાભાઈ ઉર્ફે ભુપત રંગપરા (રહે જાલી તા. વાંકાનેર જી. મોરબી)ના ઝુંપડામાંથી MC DOWELLS COLLECTION WHISKY 750 MLની ૦૧ બોટલ તથા 50-50 VODKA 750 ML ની ૦૧ બોટલ તેમજ KINGFISHER SUPER STRONG 500 MLના બીયરનાં ૦૩ ટીન મળી કુલ રૂ.૯૭૫/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બીજા બનાવમાં, માળીયા મી. પોલીસની ટીમે બાતમીના આધારે માળીયા-ક્ચ્છ હાઈવે સી.એન.જી પંપ પાછળ મકડીયા પીરની દરગાહ પાસે નદીના કાઠે રેઈડ કરી સ્થળ પરથી દેશીદારૂ બનાવવાનો રૂ.૫૬૦૦/-ની કિંમતનો ૨૮૦૦ લીટર આથો તથા રૂ.૬૦૦૦/-ની કિંમતના ૩૦૦ લીટર દેશીદારૂ સાથે સલીમભાઈ સુભાનભાઈ કટીયા (રહે.માળીયા મીં. વિશાલા હોટલ પાછળ તા.માળીયા જી.મોરબી)ની અટકાયત કરી છે,જયારે તૈયબ ઉર્ફે તૈબો ગુલમામદભાઈ માણેક (રહે-નવાગામ શીકરપુર પાસે તા.ભચાઉ જિ-કચ્છ) નામનો આરોપી સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!