Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેર સીટી પોલીસ સ્ટેશન અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ લાખો રૂપિયાના...

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ લાખો રૂપિયાના વિદેશી દારૂ પર રોલર ફેરવાયું

વાંકાનેર તાલુકા પોલીસ મથક અને વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઓકટોબર ૨૦૨૨ થી જૂન ૨૦૨૩ સુધીના સમયગાળામાં અલગ અલગ કુલ ૨૭ જેટલા ગુનામાં ઝડપાયેલ લાખો રૂપિયાના વિદેશી દારૂનો નામદાર કોર્ટની મંજુરી લઈને આજે નાશ કરવામાં આવ્યો છે.જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ૧૭ ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂની કુલ ૨૫,૫૨૭ બોટલ તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ૧૦ ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂની ૯૫૦ બોટલ મળી કુલ રૂપિયા ૬૯,૮૫,૬૭૫ ની કિંમતની વિદેશી દારૂની કુલ ૨૬,૪૭૯ બોટલ પર રોલર ફેરવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ સંપૂર્ણ કાર્યવાહી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ એ.એચ. શિરેસિયા,મોરબી ડિવિઝન ડીવાયએસપી પી.એ.ઝાલા,નશાબંધી અને આબકારી ખાતાના અધિકારી એસ.આર.મોરી, તેમજ વાંકાનેર સીપીઆઈ વી. પી . ગોલ,વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન પીઆઈ પી. ડી.સોલંકી,વાંકાનેર તાલુકા પોલીસ મથક પીએસઆઈ બી. પી . સોનારા તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ ની હાજરીમાં કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!