Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેર વિભાગના બે પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ૬૬ લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો...

વાંકાનેર વિભાગના બે પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ૬૬ લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ

મોરબી જિલ્લાની વાંકાનેર વિભાગના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ વિદેશીદારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. બંને પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ૩૩ ગુન્હામાં પકડાયેલ વિદેશી દારૂ કિંમત રૂ.૬૬,૬૭,૭૩૫/- ના કુલ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ દ્વારા રાજકોટ રેન્જમા પોલીસ સ્ટેશનમા પડેલ મુદ્દામાલનો નિકાલ કરવા અંગેની ડ્રાઈવ માટેની સૂચના આપવામાં આવતા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ સારડાની સુચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા પરપ્રાંતીય ઇંગ્લીશદારૂના અલગ-અલગ કુલ – ૩૩ ગુન્હાઓમાં પકડાયેલ મુદ્દામાલ જેમા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ઈંગ્લીશદારૂની બોટલો નંગ-૭૩૫ કિંમત રૂ.૨,૧૫,૨૯૫/-, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ઈંગ્લીશદારૂની બોટલો નંગ-૪૮૭૦ તેમજ બીયર ટીન નંગ-૭૦૯૬ જેની કિંમત રૂ. ૬૪,૫૨,૪૪૦/- નો વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા તા.૧૭/૦૮/૨૦૨૪ના રોજ વાંકાનેર- ચોટીલા નેશનલ હાઇવે પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરર્થ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે બંન્ને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ કુલ બોટલો તથા બિયરટીન મળી કુલ નંગ-૧૨૭૦૧ કિંમત રૂ.૬૬,૬૭,૭૩૫/- ની કીંમતનો વિદેશી દારૂ સબ ડીવીજન મેજીસ્ટ્રેટ વાંકાનેર એસ.એમ ગઢવી તથા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર એસ.એચ સારડા સાહેબ તથા નશાબંધી આબકારી વિભાગ- રાજકોટ સબ ઈન્સ્પેક્ટર એસ.સી વાળા , ઇન્ચાર્જ નાયબ મામલતદાર બી.એસ પટેલ, પોલીસ ઈન્સ્પેક્ટર વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન એચ.વી.ઘેલા, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.એ ભરગા તેમજ બે પંચો અને સ્થાનિક પોલીસ સ્ટાફની હાજરીમાં રોલર ફેરવી દારૂના જથ્થાનો નાશ કરવામા આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!